ફેસબુકના સર્વર ફરીથી ડાઉન થઈ ગયા. આ મહિનામાં આવું બીજીવાર બન્યું કે ફેસબુકની સેવાઓ ડાઉન થઈ. ફેસબુકના ત્રણેય એપ્સની સર્વિસ ડાઉન થઈ. જેમાં સોશિયલ નેટવર્ક ફેસબુક, ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ અને ફોટો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણેય પ્લેટફોર્મ ગઈ કાલ રાતે કેટલાક સમય માટે ઓફલાઈન થઈ ગયા હતા. જો કે થોડા સમયમાં જ સેવાઓ શરૂ થઈ ગઈ હતી. સર્વિસ ડાઉન થવાની ફરિયાદ લોકો માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર અને ડાઉન ડિટેક્ટર વેબસાઈટ પર તેની ફરિયાદ  કરવા લાગ્યા. અનેક યૂઝર્સના જણાવ્યાં મુજબ ત્રણેય એપ્સ ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ થોડી મિનિટ્સ માટે આઉટેજનો ભોગ બન્યા હતા. આ બધા વચ્ચે  અનેક યૂઝર્સ આ એપ્સનો ઉપયોગ કરી શકતા ન હતા. 


ફેસબુકના પ્રવક્તાએ કહ્યું કે  કેટલાક configuration ચેન્જના કારણે ફેસબુક સેવાઓ થોડા સમય માટે યૂઝર્સ માટે ઉપલબ્ધ ન હતી. આ મામલે તેમણે વધુમાં કહ્યું કે ઈશ્યુને શોધીને સોલ્વ કરી દેવાયો છે. 


ડાઉન ડિટેક્ટર વેબસાઈટના જણાવ્યાં મુજબ ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ હજારો લોકો માટે થોડા સમય માટે ઉપલબ્ધ નહતું. તેની અસર દુનિયાભરના યૂઝર્સ પર પડી. ફેસબુક યૂઝર્સ ઉપરાંત તેની અસર ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ યૂઝર્સ ઉપર પણ પડી. 


આઉટેજ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક એરેર મેસેજ આવતો હતો. આ મેસેજમાં We're sorry but something went wrong Please try again લખેલુ આવતું હતું. ઈન્સ્ટાગ્રામ ઉપર પણ આ જ પ્રકારનો મેસેજ આવતો હતો. 


Shocking! ચીનની વુહાન લેબમાં કોરોનાથી પણ ખતરનાક વાયરસ, ચોખા-કપાસથી થયો ચોંકાવનારો ખુલાસો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube